પ્લાઝમા અને તેના ઉપયોગો પર ઇન્સ્ટીટ્યુડ ફોર પ્લાઝમા રિસર્ચ દ્વારા પ્રો્ગ્રામ (IPR)
over
1.બે દિવસીય સેમીનાર
૨.શોર્ટ સેમીનાર
નમસ્તે,
Learn Physics Easily પર આજે માહિતી લઈને આવ્યા છીએ પ્લાઝમા વિશે...સામાન્ય વ્યાખ્યા મુજબ "દ્રવ્યની ચોથી અવસ્થા એટલે પ્લાઝ્મા" તેના વિશે આપને જાણીએ છીએ પણ એટલું વધુ તો નહી...આ ક્ષેત્રમાં વિવિધ ભાવી શોધો અને કરિયર તરીકે ખુબ જ સરસ વિષય પણ છે તો યુવાનો તેનાથી વધુ માહિતગાર થાય તે હેતુથી Institude For Plasma Research દ્વારા સેમિનાર નું આયોજન કરવામાં આવે છે. જેના દ્વારા પ્લાઝમા અને તેના ઉપયોગો વિશે સામાન્ય થી વિશેષમાં માહિતી આપવામાં આવેે છે.
- માહિતી વધુને વધુ શેર કરો જેથી આપની સંશોધન સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રયત્નોનો લાભ શાળા/ મહાશાળા ના વિદ્યાર્થીઓ લઇ શકે.
1.બે દિવસીય સેમીનાર.
- આ બે દિવસીય સેમીનારનું વિજ્ઞાનના શિક્ષકો , ધોરણ 10 થી 12 તથા ગ્રેજ્યુએટ લેવલના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવે છે.
- આ પ્રોગ્રામ તમને પ્લાઝમા,તેના ઉપયોગો,ન્યુક્લિયર ફ્યુઝન વગેરે વિશે માહિતગાર કરશે તથા તેને લાગતા જરૂરી પ્રયોગો દ્વારા વિશેષ માહિતગાર કરવામાં આવશે.
- સમગ્ર સેમીનારની પોસ્ટર અને બીજી માહિતી અને મટીરીયલ તમે IPR OUTREACH વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો.
- શાળા/કોલેજ વિશેષ માહિતી માટે IPR OUTREACH વિભાગમાં સંપર્ક કરીને વિશેષ માહિતી મેળવી શકે છે. ગુજરાતી/હિન્દી કે અંગ્રેજીમાં પોતાની શાળા/કોલેજની નોધણી કરાવી શકશે.
- આમાં ભાગ લેવા માટે જરૂરી તમારી પાસે પ્લાઝમા ને લગતું બેઝીક નોલેજ ના હોય તો પણ તમે ભાગ લઇ શકો છો.સેમીનાર દ્વારા તમે પ્લાઝમાને લગતી સામાન્ય અને વિશેષ માહિતીથી માહિતગાર થશો.
- આ પ્રોગ્રામ અંતર્ગત તમારી શાળા/મહાશાળા સાથે જોડાયેલ છે.
- બે દિવસીય સેમીનારમાં તમને IPRના વિશેષજ્ઞ્યો સાથે વાતચીત / પ્રશ્નો માટે સમય આપવામાં આવશે. સહભાગીઓને નિષ્ણાતો સાથે વાતચીત કરવાની તક મળશે.
- પ્લાઝ્મા વિશે માહિતી સાથે તેને પ્રાયોગિક રીતે જોવાની અમૂલ્ય તક મળશે.
- તરૂણોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાની આ ઉત્તમ તક પણ છે.
- ગુજરાતી/હિન્દી/અંગ્રેજી કોઈપણ ભાષામાં રજીસ્ટ્રેશન માટે તથા વિશેષ માહિતી Outreach division પરથી મેળવી શકશો...
પ્રોગ્રામને બે વિભાગમાં વહેચવામાં આવશે
1.પ્લાઝમા શું છે?
૨.પ્લાઝમાના ઉપયોગો
3.ન્યુક્લિયર ફ્યુઝન શું છ?
4.પ્લાઝમા અને ન્યુક્લિયર ફ્યુઝન ક્ષેત્રે ઇન્સ્ટીટ્યુડ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) માં વિવિધ અને સંશોધન અને તકો.
- સત્રને અંતે વિવિધ આઠ પ્રયોગોથી માહિતગાર કરાવવામાં આવશે.બંને દિવસો દરમિયાન સત્ર ૨ કલાકનું રહેશે .
2.શોર્ટ સેમીનાર
- આ સત્રનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલ છે.
ઈચ્છુક શાળાને વધુ માહિતી IPR OUTREACH પર ઉપલબ્ધ છે.
વધુ માહિતી માટે સંપર્ક સેતુ :
For more information, please contact ;
Ms. Chhaya Chavda
Outreach Division, Institute for Plasma Research
Bhat, Gandhinagar 382 428 (Gujarat)
Tel : 079-2396 2086 Mob : 98257 34489
E-mail : outreach@ipr.res.in
PLASMA & ITS APPLICATIONS(2-DAYS SEMINAR) // પ્લાઝમા અને તેના ઉપયોગો..બે દિવસીય સેમીનાર
Reviewed by Learn Physics Easily
on
9:55 PM
Rating:


ટિપ્પણીઓ નથી:
learnphysicseasily2304@gmail.com